
મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને,
બીમાર કરીને..
મારા ભોળા દિલનો…
મેં વીનવ્યું વારંવાર કે દિલ સાફ કરી દો,
કંઈ ભૂલ હો મારી તો એને માફ કરી દો.
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યાં ગયાં…
એક બોલ પર એના મેં મારી જીંદગી વારી,
એ બે કદર ને ક્યાંથી કદર હોય અમારી?
આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યું કહો જીંદગીભર આહ ભરીને.
ચાલ્યાં ગયાં…
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,
બન્ને દિલોમાં પ્રેમની ઝનકાર બાકી છે.
સંસારના વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે.
અભિમાનમાં ફુલાઈ ગયા જોયું ના ફરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને,
બીમાર કરીને..
મારા ભોળા દિલનો…
No comments:
Post a Comment